અર્પણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ઇશિતા ઉમેશભાઈ સોલગામા ને જ. તા.15-12-2002 માતા નીરુબેન ઉમેશભાઈ તે સાત વર્ષની હતી ત્યારે એક્સિડેન્ટ માં પગ કાપવો પડ્યો હતો,અને સાત વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવી,હાલ કુંડલીયા કોલેજ માં સમાજશાસ્ત્ર વિષય સાથે FYBA માં અભ્યાસ કરે છે. માતા 7 ધોરણ પાસ છે અને પતિના અવસાન બાદ માવતર સાથે રહે છે, બે માસ પહેલા પિતા પણ કેન્સર ને લીધે અવસાન પામ્યા છે, નીરુબેન ભાડાના મકાન માં રહે છે, નાનું મોટુ કામ કરીને 4 માણસો નું ગુજરાન ચલાવે છે. ઇશિતા નો નાનો ભાઈ ધો.2 માં અભ્યાસ કરે છે. જયપુર ફુટ લાગી શકે તેમ નથી, ફરજીયાત જર્મન ટેક્નોલોજી નો પગ ફિટ કરવો પડ્યો હોય.તેનું બજેટ 2,15,000 થયો.
ભારત વિકાસ પરિષદ / અર્પણ ફાઉન્ડેશન દ્વારા આ સેવા કાર્ય માટે બીડું ઝડપ્યું .
આપણાં લાડીલા સભ્ય અને માર્ગદર્શક રમેશભાઈ ઠક્કર અને હરહંમેશ દિવ્યાંગો ના મસીહા બની ચૂકેલા અને વતન પ્રેમી (યુ એસ એ) નગીનદાદા ના જન્મદિવસ ની શુભકામના નિમિતે આ સુંદર સેવાકાર્ય 1 લી જૂન ના દિવસે થી હાથ ધરેલ માનવતાના આ સેવા કાર્ય માં વડીલોનાં આર્શીવાદ મળ્યા છે.
મુખ્ય સહયોગ અમારા સેવાકાર્યમાં પ્રેરણાસ્ત્રોત અને હરહંમેશ મદદગારી બની રહેતા એવા શ્રી નગીનભાઈ જગડા *(U.S.A) ,તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત રિજિયોનલ સેક્રેટરી (સેવા) શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી,શ્રી રમેશભાઈ ઠકકર, શ્રી વિનુભાઈ જગડા, શ્રી રાજુભાઇ ગોસ્વામી, શ્રી કનક ભાઈ વ્યાસ અને શાખા ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ દત્તા દ્વારા આ ઉત્તમ સેવા કાર્ય પૂર્ણ થયેલ છે